ઇનસ્ટાગ્રામ પર સસ્તા ભાવે રમકડાંની લોભામણી જાહેરાત કરી છેતરપિંડી આચનારને CID ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

ગાંધીનગર: ડિજિટલ યુગના જમાનામાં સાયબર ફ્રોડના કિસ્સા આજકાલ વધી રહ્યાં છે. જો તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ખરીદી કરતા હોય ચેતી જજો, સાવધાનીથી કરજો ખરીદી નહીંતર થઈ શકે છે છેતરપિંડી, અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે રમકડાંની લોભામણી જાહેરાત મૂકી પૈસા ખંખેરવાનો મામલો સામે આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ફેક પેજ બનાવી સસ્તા ભાવે રમકડાંની લોભામણી જાહેરાત કરી છેતરપિંડી કરી પૈસા પડાવી લઇ ઠગાઇ કરનાર આરોપીની સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ zain_fashion_villaaaa નામનું ફેક ઇનસ્ટાગ્રામ આઇ.ડી. બનાવી તેના પર રમકડાની અલગ અલગ 871 રીલ્સ અપલોડ કરી જેમાં સસ્તા ભાવે રમકડાં વહેંચવાના બહાને લોભામણી જાહેરાત કરી રમકડાને ઓનલાઇન સસ્તા ભાવે વહેંચી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી, ત્યારબાદ ભોગ બનનારને બ્લોક કરી છેતરપિંડી કરી હતી.

અમરેલી જીલ્લાના જાફરાબાદ સ્થાનિક પોલીસની મદદથી આરોપીના મોબાઇલના લોકેશન તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રેઇડ કરતાં આરોપી અસ્લમ ઉસ્માનભાઈ કુંડલીયાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન અને 2 સિમકાર્ડ મળી આવ્યા હતા જેના વિરુદ્ધ ગુનો ગુનો દાખલ કરી આરોપી અટક કરવામાં આવી છે. ગુનાની તપાસ કરતા વધુ 1 મોબાઇલ નંબર 9023741861 મળી આવ્યો જેના પર અન્ય 9 ફરીયાદો મળી હતી. આ સાથે અલગ-અલગ બેંકના 4 ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હોવાની હકીકત જાણવા મળી હતી. આરોપીની રીમાન્ડ મેળવી વધુ તપાસ હથ ધરી છે.

ગુજરાતમાંથી કરવામાં આવતા સાયબર ક્રાઇમને લગતા ગુના કરતા ગુનેગારોને પકડવા માટે સાયબર ઇન્ટેલીજન્સ યુનિટના પોર્ટલ પર મળતા ઈનપુટના આધારે કામગીરી કરવામાં આવે છે જેમાં અલગ-અલગ રાજ્યની NCCRP પોર્ટલ પર મોબાઇલ નંબર 8657002075 અને 6359587061ની કુલ 07 ફરીયાદો જોવા મળી હતી. આ નંબરનું ઇનપુટનું એનાલિસીસ કરતાં જાફરાબાદનું લોકેશન મળતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.