October 22, 2024

બિશ્નોઈ ગેંગની ધમકીઓથી ન ડર્યા ચુલબુલ પાંડે, ‘સિંઘમ અગેન’ માટે શૂટિંગ કરશે સલમાન

Salman Khan In Singham Again: રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિંઘમ અગેન’માં સલમાન ખાનના કેમિયોને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ હવે એ કન્ફર્મ થઈ ગયું છે કે સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મનો હિસ્સો બનશે. અજય દેવગનની કોપવર્સ ફિલ્મ ‘સિંઘમ અગેન’માં સલમાન ખાન ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળશે.

ચુલબુલ પાંડેના રોલથી જાણીતા સલમાન ખાનનો આ એક અદ્ભુત કોલાબોરેશન હશે જે ફિલ્મમાં એક રસપ્રદ વળાંક લાવશે. રોહિત શેટ્ટીનું ભારતનું પ્રથમ સિનેમેટિક કોપ યુનિવર્સમાં સલમાનની એન્ટ્રી એક સંકેત છે. આ ક્રોસઓવર ન માત્ર આ બે કેરેક્ટરને પહેલીવાર સ્ક્રીન પર સાથે લાવશે, પરંતુ સિંઘમ ફ્રેન્ચાઈઝીને એક નવો વળાંક પણ આપશે. આ ફિલ્મમાં ન માત્ર સલમાન ખાન ચુલબુલ પાંડેની ભૂમિકામાં જોવા મળશે પરંતુ, અજય દેવગન પણ પોતાના નીડર બાજીરાવ સિંઘમ તરીકેના અવતારમાં વાપસી કરશે.

પહેલા કેન્સલ થયો રોલ, હવે કરશે શૂટિંગ
સલમાન ખાન ફરી એકવાર ‘સિંઘમ અગેન’ કેમિયોના શૂટિંગ માટે પોતાના મિત્રો રોહિત શેટ્ટી અને અજય દેવગનને આપેલ કમિટમેન્ટ પર ખરા ઉતર્યા છે. તે પોતાના શબ્દો ‘ધ શો મસ્ટ ગો ઓન’ પર અડગ રહ્યા છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો રદ કરવામાં આવ્યો છે. અજય દેવગન અને રોહિત શેટ્ટીએ સલમાન ખાનની સુરક્ષાને લઈને આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે સલમાન આ કેમિયો કરશે.

આ પણ વાંચો: જે કેસને લઈને સલમાનને મળી રહી છે જાનથી મારવાની ધમકી… જાણો તે રાતે શું થયું હતું?

ધમકીઓ વચ્ચે કામ કરી રહ્યા છે સુપરસ્ટાર
જણાવી દઈએ કે, કાળિયારનો શિકાર કરવા મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઑ આપવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ સલમાનના નજીકના ગણાતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. ત્યારબાદ, સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. જો કે આ બધાની વચ્ચે સલમાન ખાને પોતાનું કામ છોડ્યું નથી. હાલ સલમાન ખાન બિગ બોસ 18નું શૂટિંગ કરી રહ્યો છે.