November 24, 2024

આ રીતે કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવો મરચાનું અથાણું

Chilli Pickle Recipe: શિયાળો હવે આવવાની તૈયારીમાં છે. વાતાવરણમાં થોડો થોડો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળો આવતાની સાથે પ્રથમ આપણને અથાણું યાદ આવે. આપણે કોઈ પણ ભોજન ખાઈએ તેની સાથે આપણે અથાણું ખાવાનું શિયાળામાં ના ભૂલીએ. ત્યારે અમે તમારા માટે મરચાંના અથાણાની રેસીપી લઈને આવ્યા છીએ. બની જશે 5 મિનિટમાં પણ બગડશે નહીં એક મહિના સુધી.

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

 મરચાના અથાણાની રેસીપી:

  • તમને જે મરચા ભાવતા હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. તમારે મરચાને લઈને સારી રીતે ધોઈ લેવાના રહેશે. આ પછી પાણી નિતરી જાઈ ત્યાં સુધી તેને નીકળવા દો.
  • એક પેન લો તેમાં તમારે સરસવનું તેલ નાંખવાનું રહેશે. તેનો થોડું ગરમ થવા દો. આ પછી ગેસની બંધ કરી દેવાનો રહેશે. હવે તમારે તેમાં હિંગ, એક ચમચી સૂકી કેરીનો પાવડર, બે ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ મુજબ મીઠું નાંખવાનું રહેશે. આ પછી તમારે માર્કેટમાં મળતો અથાણાનો મસાલો નાંખવાનો રહેશે.
  • હવે તમામ મસાલાને તમારે મિક્સ કરવાના રહેશે. મરચાંને તમારે મસાલા સાથે મિક્સ કરવાનું રહેશે. મિક્સ કરીને કાચની બરણીમાં ભરી લો. હવે માત્ર 1 દિવસ રાહ જુઓ. હવે તમે રોજ ભોજન સાથે તમે ખાઈ શકો છો. આ અથાણું ઘણા મહિનાઓ સુધી બગડશે નહીં.