December 23, 2024

Armaan Malikના 4 ગેરકાયદેસર કામ, પાયલ છે પરેશાન

Armaan Malik Controversies: અરમાન મલિક બિગ બોસના ઘરમાં કંઈક એવું કરી રહ્યા છે કે જેના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. તેમની હરકતના કારણે તેઓ વિવાદોમાં આવી રહ્યા છે. હાલમાં જ શોના નિયમનો ભંગ કરીને તેણે એક સ્પર્ધકને થપ્પડ મારી હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે અરમાન મલિકનું આખું જીવન વિવાદાસ્પદ છે. લોકોએ પહેલા વિચાર્યું કે નિર્માતાઓએ શો માટે અરમાનનો સંપર્ક કર્યો કારણ કે તેણે બે પત્ની સાથે સાથે છે અને ત્રણેય એક જ ઘરમાં સાથે રહે છે, પરંતુ તેને બિગ બોસમાં બોલાવવા પાછળ અન્ય કેટલાક કારણો સામે આવ્યા છે.

લગ્ન સફળ થયા ના હતા
અરમાનને શોમાં લાવવાનું એક કારણ એ પણ છે કે આ ઘરમાં બંને પત્ની સાથે રહે. એક અઠવાડિયામાં પહેલા અરમાને પાયલને લલચાવી અને તેના લગ્ન કર્યા હતા. યુટ્યુબરે તેની પત્નીના મિત્ર સાથે ફ્લર્ટ કરવાની શરૂઆત કરી અને માત્ર અઠવાડિયાની અંદર જ તેણે તેની સાથે લગ્ન કર્યા હતા. તે પણ તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા વિના કર્યા હતા. પાયલે પોતે ખુલાસો કર્યો છે કે તે અરમાનની પહેલી પત્ની નથી. તેની પહેલા પણ અરમાન મલિકના બાળ લગ્ન થયા હતા. પરંતુ તે લગ્ન સફળ થયા ના હતા.

આ પણ વાંચો: યુટ્યુબર અરમાન મલિક પર ગંભીર આરોપ, સગીર છોકરીને ડ્રગ્સ આપીને કર્યો રેપ!

બળાત્કાર કર્યો હતો
અરમાન મલિક પર તેની પહેલી પત્નીએ ઘણા આરોપ લગાવ્યા છે. આ સિવાય અરમાન પર એવો આરોપ છે કે તમે તેને સાંભળીને ચોક્કસ ચોંકી જશો. અરમાને 11 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે. વર્ષ 2019માં તેણે યુવતીને ડ્રગ્સનું ઈન્જેક્શન આપીને બળાત્કાર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે યુવતીએ યુટ્યુબર વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી. હવે તેની કોપી પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ યુવતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે અરમાનના ઘરે કામ કરતી હતી. જોકે આ તમામ વાતની જાણકારી પાયલને છે. તેણે અત્યાર સુધીમાં 4 એવા ગેરકાયદેસર કામ કર્યા છે. આટલા આરોપ છતાં તે બિગ બોસના ઘરનો એક ભાગ છે અને સતત લોકપ્રિયતા મેળવતો જોવા મળી રહ્યો છે.