July 7, 2024

ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારનારું બજેટ – ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું હતું. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.નાણામંત્રીએ 3.32 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને બજેટને લઇને પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ નાણાં મંત્રીએ રજૂ કરેલા બેજેટને આવકાર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકારતા કહ્યું છે કે, બજેટમાં કરેલી જોગવાઇ અને યોજનાઓ પ્રજા માટે હિતાકાર છે. ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારનારું બજેટ છે. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું છે કે આ બજેટ ‘5-G ગુજરાત’ – એટલે કે, ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતની સંકલ્પના પર આધારિત છે. રાજ્યના દરેક વર્ગના લોકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત જીવન પ્રાપ્ત થાય, વિકાસની સાથે વિરાસતનું પણ સંવર્ધન થાય તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આ બજેટ વેગ આપશે.

આ બજેટમાં સમાજના ચાર વર્ગો – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને વિશેષ પ્રાધાન્ય આપતી નવી યોજનાઓ તેમજ વિકાસલક્ષી જોગવાઈઓને હું બિરદાવું છું. આ ચારેય વર્ગોના સશક્તિકરણથી સમરસ સમાજના નિર્માણ થકી ગુજરાતના વૈશ્વિક વિકાસના નવા દ્વાર ખુલશે.

નોંધનીય છે કે વિધાનસભામાં ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરતાં કહ્યું હતુ કે ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી છે.