November 23, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છને આપી 1 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ

કચ્છ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. જ્યાં તેઓએ 1 હજાર કોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. નોંધનીય છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના શિકરાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ 996 કરોડના ઈ-ખાતમુહૂર્ત કર્યું સાથે જ તેમણે 11 કરોડના ઈ- લોકાર્પણ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છના શિકરાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ અનેક યોજનાઓના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. તમને જાણાવી દઇએ કે, જેમા 740 કરોડના ખર્ચે ભુજથી ભચાઉ સેક્શન રોડ, 138.30 કરોડના ખર્ચે સામખીયાળી-એકલ-બાંભણકા જનાણ રોડ, 51.50 કરોડના ખર્ચે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં ભૂર્ગભ ગટર યોજના – અંજાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના , 42 કરોડના કામ – ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે 13.04 કરોડના ખર્ચે મોડેલ ડે શાળા, 4.25 કરોડના ખર્ચે લુણી-ગુંદાલા પત્રી ટપ્પર રસ્તાનું મજબૂતીકરણ, રાપર તાલુકાના સુવઇમાં 1.35 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માતાના મઢમાં 1.30 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , દરશડીમાં 1.29 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભુજ તાલુકાના કેરામાં 1.26 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માંડવી તાલુકાના તલવાણામાં 1.26 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભુજ ખાતે 1.21 કરોડના ખર્ચે વેક્સિન સ્ટોરનો સમાવેશ થાય છે.

આ સિવાય માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે 3.16 કરોડના ખર્ચે, મુન્દ્રા તાલુકાના કુંદરોડીમા 3 કરોડના ખર્ચે તેમજ સાંભરાઈ ગામ ખાતે 1.25 કરોડના ખર્ચે હાઈસ્કૂલનું લોકાર્પણ કર્યું છે. તો અંજાર તાલુકાની વરસામેડી કુમાર પ્રાથમિક શાળા ભવનનું રૂ. 52 લાખના ખર્ચે લોકાર્પણ કર્યું છે. તેમજ ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે 1.05 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 65 લાખના ખર્ચે મેટરનિટી કોમ્પ્લેક્ક્ષનું લોકાર્પણની સાથે ભુજમાં 81 લાખના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 અને 83 લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 3નું લોકાર્પણ કર્યું છે.