December 22, 2024

છત્તીસગઢ અથડામણમાં 8 નક્સલીઓ ઠાર, 6 હતા મોસ્ટ વોન્ટેડ, 48 લાખનું હતું ઈનામ

Chhattisgarh: છત્તીસગઢના કેટલાક ચોક્કસ જિલ્લાઓને નક્સલ પ્રભાવિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે દેશવાસીઓ, આદિવાસીઓ અને ગ્રામીણ લોકો હંમેશા ભયભીત રહેતા હતા. પરંતુ પોલીસે આ વિસ્તારોમાં નક્સલ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. જેમાં આ શનિવારે એટલે કે 15 જૂને 8 નક્સલવાદીઓ માર્યા ગયા. જેમાંથી 6 વરિષ્ઠ રેન્ક કેડર હતા. આ નક્સલવાદીઓ પર 48 લાખ રૂપિયાનું ઈનામ હતું.

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના કુતુલ-ફારસબેડા અને કોડમેટા ગામ નજીકના જંગલમાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે આમાંથી 6 નક્સલવાદીઓ વરિષ્ઠ રેન્કના કેડર હતા. જેઓ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA)ની લશ્કરી કંપની નંબર 1 અને માડ ડિવિઝન સપ્લાય ટીમના હતા. આ તમામ નક્સલવાદીઓ પર લગભગ 48 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

40 વર્ષમાં પહેલીવાર લોકો ભયમુક્ત થયા
બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે નારાયણપુર પોલીસના ‘માડ બચાવો અભિયાન’ (નક્સલ વિરોધી અભિયાન)ની આ એક સપ્તાહની અંદર બીજી મોટી સફળતા છે અને 45માં ચોથી મોટી સફળતા છે. તેમણે વધુમાં કહ્યું કે નારાયણપુર જિલ્લાના અબુઝહમદના લોકો 40 વર્ષથી નક્સલવાદી હિંસાથી પીડાતા હતા. પરંતુ આ અભિયાન પછી લોકો આ વિસ્તારોને નક્સલ મુક્ત ગણી રહ્યા છે. સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયેલા નક્સલવાદીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આમાંથી મરનાર સિનિયર રેન્ક કેડરના છ નક્સલવાદીઓ માઓવાદીઓની PLGA કંપની નંબર 1માં વિવિધ હોદ્દા પર સક્રિય હતા આ નક્સલવાદીઓ પૈકી વર્ગેશ. મમતા. સમીરા. કોસી અને મોતીની ખબર નથી અને તેઓએ જણાવ્યું કે દરેક પર 8 લાખ રૂપિયાનું ઈનામ હતું. જોકે આ એન્કાઉન્ટરમાં અન્ય 2 લોકોના મોત થયા છે પરંતુ તેમની ઓળખ થઈ નથી.

આ પણ વાંચો: ગાઝા પર મોટો નિર્ણય, પોતાની જ સેના પર ભડક્યા ઇઝરાયલના PM નેતન્યાહુ

‘માડ બચાવો અભિયાન’ 12 જૂનથી શરૂ થયું છે
આઈજીએ કહ્યું કે પોલીસને માહિતી મળી હતી કે નારાયણપુર જિલ્લાના કુતુલ. ફરસાબેડા. કોડામેટા અને અદિંગપર ગામમાં નક્સલવાદીઓ હાજર છે. જેના પછી સુરક્ષા દળોએ 12 જૂનની મોડી રાત્રે ‘માડ બચાવો અભિયાન’ હેઠળ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના જવાનોએ ભારત-તિબેટિયન બોર્ડર પોલીસની 53મી બટાલિયન અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની 135મી બટાલિયનની સાથે ઓપરેશનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે મહિલા કમાન્ડોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓપરેશન દરમિયાન. પોલીસે ધીમે ધીમે આ વિસ્તારોમાં તેમની તૈનાતી શરૂ કરી. ત્યારબાદ 15 જૂને સવારે 7 વાગે કુતુલ-ફરસાબેડા અને કોડામેટા ગામની નજીકના જંગલમાં સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો. જે બાદ 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જો કે. જંગલ વિસ્તારના કારણે અન્ય નક્સલવાદીઓ છુપાઈને ભાગવામાં સફળ થયા હતા. જો કે ઘટનાસ્થળે મળી આવેલા લોહીના નિશાન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વધુ નક્સલવાદીઓ ઘાયલ થયા હશે અથવા મૃત્યુ પામ્યા હશે.