February 6, 2025

છત્રાલ GIDCના ફેઝ 2માં આગ લાગી, કડી-કલોલના ફાયર બ્રિગેડ ધટના સ્થળે

મલ્હાર વોરા, કલોલ:  કલોલના છત્રાલ GIDCના ફેઝ 2માં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. અગમ્ય કારણસર આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આગને ઓલાવવા માટે કડી તથા કલોલના ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી આવ્યા હતા. આગ એટલી વિકરાળ બની હતી કે આગ ઉપર કાબૂ મેળવવા માટે 8થી વધુ ફાયર બ્રિગેડ ધટના સ્થળે હાજર છે. ગોડાઉનમાં કોઈ ના હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો ભારે મારો મારતા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બે કલાક બાદ આગ ઉપર કાબૂ આવ્યો હતો.