October 4, 2024

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સને લાગ્યો મોટો ફટકો!

IPL 2024: ગઈ કાલે ચેન્નાઈ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈની ટીમનો 7 વિકેટે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ વચ્ચે ચેન્નાઈની ટીમને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં દીપક ચહર આ મેચમાં માત્ર બે બોલ ફેંકી શક્યો હતો અને તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. ત્યારે દિપક ચહરને લઈને ટીમના મુખ્ય કોચે મોટું નિવેદન આપ્યું છે.

શું કહ્યું કોચે?
ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે સ્વીકાર્યું કે દીપક ચહરની તાજેતરની ઈજા સારી થાય તેવું જોવા મળી રહ્યું નથી. પંજાબ કિંગ્સના બીજા બોલ પર રન-અપ લેતી વખતે દીપક ચહર મુશ્કેલીમાં જોવા મળી રહ્યો હતો. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને ફિઝિયો સાથે વાત કર્યા પછી દીપક ચહર મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. જેના કારણે આગામી દિવસમાં તે મેચ રમશે તેવું લાગી રહ્યું નથી. ચહરની ઈજાને કારણે ગાયકવાડને એક ઓવર માટે શિવમ દુબેને લાવવો પડ્યો હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલીથી પણ આગળ થઈ ગયો આ ખેલાડી

પીચ વિશે આ કહ્યું
ચેપોકની પડકારજનક પિચ વિશે વાત કરતાં ફ્લેમિંગે કહ્યું કે તે આવનારી મેચમાં રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. દુબે અને જાડેજાની પ્રારંભિક વિકેટને કારણે, અમે મધ્ય ઓવરોમાં કંઈ હાંસલ કરી શક્યા નહીં. અમે મધ્ય ઓવરોમાં કંઈ હાંસલ કઈ પ્રાપ્ત કરી શક્યા નહીં. જોકે અમે છ ઓવરમાં સારી શરૂઆત કરી હતી. દીપક ચહરની વાત કરતા તેમણે કહ્યું કે તેણે શાનદાર બોલિંગ કરી છે.