February 6, 2025

2027માં લોન્ચ થશે ચંદ્રયાન-4, પૃથ્વી પર લાવવામાં આવશે ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ

Mission Chandrayaan-4: ભારતે ચંદ્રયાન-4 લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચંદ્રયાન મિશન-4 2027માં લોન્ચ કરવામાં આવશે, એમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું. આ મિશન દ્વારા ચંદ્રના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4ને ઉચ્ચ ક્ષમતાવાળા LVM-3 રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં બે અલગ અલગ પ્રક્ષેપણમાં પાંચ અલગ અલગ ઘટકો વહન કરીને લઈ જવામાં આવશે. આને પૃથ્વીની ભ્રમણકક્ષામાં એસેમ્બલ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેમને પૃથ્વી પર પાછા લાવવાનો છે. આ મિશન આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. આમાં ભારતીય અવકાશયાત્રીઓને એક ખાસ વાહનમાં અવકાશમાં પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.