April 3, 2025

વક્ફ બિલ સંસદમાં રજૂ થાય તે પહેલાં TDPએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું

Waqf Amendment Bill: વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ થાય તે પહેલાં દેશમાં રાજકારણ ગરમાયું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું છે કે તે વક્ફ સુધારા બિલને સમર્થન આપશે. ટીડીપીએ કહ્યું કે સીએમ ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના પક્ષમાં છે. ટીડીપી નેતા પ્રેમ કુમાર જૈને જણાવ્યું હતું કે દેશભરના મુસ્લિમો સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલ પર નજર રાખી રહ્યા છે.

TDP વકફ સુધારા બિલને સમર્થન કરશે
ટીડીપી નેતા પ્રેમ કુમાર જૈને જણાવ્યું હતું કે દેશભરના મુસ્લિમો સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું, “વકફ બોર્ડની લગભગ 9 લાખ એકર જમીન પર ઘણા લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. અમારી પાર્ટી વક્ફ સુધારા બિલને સમર્થન આપશે.

‘TDPએ હંમેશા વકફ મિલકતોનું રક્ષણ કર્યું’
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં કહ્યું હતું કે ટીડીપી સરકારે હંમેશા વકફ મિલકતોનું રક્ષણ કર્યું છે અને તે ચાલુ રાખશે. તેમણે કહ્યું, “જ્યારે સરકારી આદેશ જારી કરવામાં આવ્યો ત્યારે બિનજરૂરી વિવાદ સર્જાયો હતો, તેથી જ્યારે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એક સમય એવો આવ્યો જ્યારે વક્ફ બોર્ડે કામ કરવાનું બંધ કરી દીધું. અમારી સરકાર આવ્યા પછી અમે તે આદેશ પર પ્રતિબંધ મૂક્યો. દરેકના અભિપ્રાય લઈને કાર્યકારી મંડળની રચના કરવામાં આવી. અમે વક્ફ બોર્ડની મિલકતોનું રક્ષણ કરીશું. અમે વંચિત મુસ્લિમ પરિવારોના આર્થિક ઉત્થાન માટે કામ કરીશું.”