શું મોહમ્મદ રિઝવાન હાથમાં માળા પકડીને જાદુ ટોના કરી રહ્યો હતો?

Champions Trophy Ind vs Pak: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ શાનદાર રહી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. હવે આ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે કે રિઝવાન કોઈ ટોટકો કરી રહ્યો છે. આવો જાણીએ આ વીડિયો વિશે સમગ્ર માહિતી.
આ પણ વાંચો: IPL 2025ની પહેલી મેચ હાર્દિક પંડ્યા કેમ નહીં રમી શકે?
પાકિસ્તાનની બેટિંગ દરમિયાન આ વીડિયો વાયરલ થયો
રિઝવાનો પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તે આઉટ થયા પછી બાબર આઝમ અને ઇમામ ઉલ હકની જોડી ઓપનિંગ માટે મેદાનમાં આવી હતી. આ સમયે રિઝવાન ડ્રેસિંગ રૂમમાં માળા લઈને બેઠો હતો. લોકો અલગ અલગ તેમાં કોમેન્ટ કરી રહ્યા છે. જેના જવાબ ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી વહાબ રિયાઝે આપ્યો હતો. રિયાઝે તસ્બીહનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ભારત સામેની મેચમાં જીતવા માટે તે જાદુ ટોના કરી રહ્યો છે.