પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો, આ ખેલાડીને આવી ગયો તાવ

Champions Trophy 2025: આવતીકાલે ભારત અને પાકિસ્તાનની મેચ છે. આ મેચનું આયોજન દુબઈના મેદાન પર રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીને તાવ આવી ગયો છે. આ હાઇ વોલ્ટેજ મેચ પર બધાની નજર ટકેલી છે. ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંતને તાવ આવી ગયો છે.

આ પણ વાંચો: RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંતા દાસને PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા

ગિલે માહિતી આપી
કાલે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. જેની પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ગિલે કહ્યું કે તાવને કારણે પંતે પ્રેક્ટિસ દરમિયાન હાજરી આપી નથી. બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ગિલ રમ્યો ના હતો. પાકિસ્તાન સામેની મેચમાં પણ પંત રમશે કે નહીં તે નક્કી નથી. બાંગ્લાદેશ સામે કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી હતી. 47 બોલમાં 41 રન બનાવ્યા હતા.