ટીમ ઈન્ડિયા સાથે સેમિફાઇનલ મેચ રમવા 2 ટીમ પહોંચશે દુબઈ, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Champions Trophy 2025 Semifinal: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ રહી છે. એક બાજૂ તમામ મેચ પાકિસ્તાનના કરાચી લાહોર અને રાવલપિંડીમાં યોજાઈ રહી છે. તો બીજી બાજૂ ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. 4 માર્ચના દુબઈમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કોની સામે આ મેચ રમાશે તે હજૂ નક્કી થયું નથી. ભારતનો સેમિફાઇનલ મુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમ કે પછી દક્ષિણ આફ્રિકા સામે થઈ શકે છે.
અત્યાર સુધી ત્રણ ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકે છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની એક સેમિફાઇનલ 4 માર્ચે દુબઈમાં રમાવાની છે. બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે લાહોરમાં રમાવાની છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ભારત, ન્યુઝીલેન્ડ અને ગ્રુપ B માંથી ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. દક્ષિણ આફ્રિકા પાસે હજૂ સેમિફાઇનલમાં પહોંચવાની સંપૂર્ણ તક રહેલી છે. એક રિપોટમાં આપેલી માહિતી પ્રમાણે ગ્રુપ B માંથી ક્વોલિફાય થનારી બંને ટીમો મોટે ભાગે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આજે UAE જશે.
આ પણ વાંચો: ચીનમાં 200 ફૂટ ઊંડી નદીમાં જહાજ અને બોટ વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત
એક ટીમ દુબઈથી પાછી આવશે.
એક રિપોટ પ્રમાણે ICC ના એક અધિકારીએ બંને ટીમોને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેના કારણે 4 માર્ચે દુબઈમાં યોજાનારી સેમિફાઇનલની તૈયારી માટે વધુ સમય મળી શકે. ઓનલી એક જ ટીમ ત્યાં હશે અને બીજી ટીમ બીજા દિવસે પાકિસ્તાન પરત ફરશે. ભારત સાથે કઈ ટીમ સેમિફાઇનલ રમશે તે 2 માર્ચ પછી જ ખબર પડશે. ભારતીય ટીમ હવે 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે મેચ રમશે. આ મેચ નક્કી કરશે કે કઈ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે.