Champions Trophy 2025: પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ જીતવાની રેસમાં 4 ભારતીય, ICCએ કરી મોટી જાહેરાત

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ આજે છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આજે આમને-સામને આવશે. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેન સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચમાં હાર વગર ફાઇનલમાં પહોંચી ગયું છે. ફાઇનલ મેચ પહેલા જ ICC એ જાહેર કરી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ જીતી શકે છે. આ માટે 10 ખેલાડીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં 4 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના છે. આવો જાણીએ આ 4 ખેલાડી કોણ છે.

શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. બેટિંગની સાથે તેની ફિલ્ડિંગ પણ ખાસ રહી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચાર મેચમાં કુલ 195 રન બનાવામાં સફળ રહ્યો હતો.

વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. પાકિસ્તાન સામેની મેચમાં 100 રનની શાનદાર ઇનિંગ રમતો જોવા મળ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 84 રન બનાવ્યા હતા. ચાર મેચમાં 217 રન બનાવ્યા છે. આ સમયે તેણે 7 કેચ પણ લીધા છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેના સારા પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં બાંગ્લાદેશ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 5 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 3 વિકેટ લીધી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

આ પણ વાંચો: Asian Women’s Kabaddi Championship 2025: ટીમ ઈન્ડિયા ઈરાનને હરાવીને પાંચમી વખત બની ચેમ્પિયન

વરુણ ચક્રવર્તી
વરુણ ચક્રવર્તીએ તો મેદાનમાં આવતાની સાથે જોરદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું. રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની મેચની પ્લેઇંગ ઇલેવનમાં વરુણ ચક્રવર્તીને તક આપી હતી. આ પછી વરુણે કોચ અને કેપ્ટનની અપેક્ષાઓને પુર્ણ કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટ લીધી હતી. આવું કરતાની સાથે તે બેસ્ટ ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 2 મોટી વિકેટ લીધી હતી.