January 9, 2025

યુઝવેન્દ્ર ચહલને વધુ એક ઝટકો, ટીમમાં ન મળ્યું સ્થાન

Yuzvendra Chahal: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેની પત્ની ધનશ્રી વર્માથી અલગ થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. યુઝવેન્દ્રને એક પછી એક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પોતાના અંગત જીવનની સાથે હવે તેને વધુ એક ફટકો પડ્યો છે. તેને વિજય હજારે ટ્રોફી માટે હરિયાણાની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: IND vs ENG T20I સિરીઝનું શેડ્યૂલ જાણી લો, આ તારીખે રમાશે રાજકોટમાં

ચહલ કેમ ટીમની બહાર થયો?
ચહલની અંગત લાઈફથી લઈને ક્રિકેટના મેદાન સુધી ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે. હરિયાણાએ ક્વાર્ટર ફાઇનલમાં બંગાળનો સામનો કરવાનો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન્સે યુવા ખેલાડીઓને ધ્યાનમાં રાખીને તેમના અનુભવી લેગ સ્પિનરને બહાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ પાર્થ વત્સને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ વિશે ચહલને જાણ કરવામાં આવી છે.