March 21, 2025

જુદા હમ હો ગયે જાના: ચહલ ધનેશ્રી આજથી ‘છૂટા’

Chahal-Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના સંબંધોનો અંત આવી ગયો છે. લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા પરંતુ આ સંબંધ માત્ર 4 વર્ષમાં જ સમાપ્ત થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે કોર્ટમાં છૂટાછેડા માટે અપીલ કરતી વખતે, બંનેએ ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા અઢી વર્ષથી એકબીજાથી અલગ રહી રહ્યા છે. આજના દિવસે ફેમિલી કોર્ટે બંનેની છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે. આ સાથે, તેમના લગ્ન 4 વર્ષ અને લગભગ 3 મહિના પછી સમાપ્ત થયા.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કઈ કઈ મેચ રમાશે?

બાંદ્રા ફેમિલી કોર્ટે છૂટાછેડા આપ્યા
મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો હતો. આ સુનાવણી માટે ચહલ અને ધનશ્રી અલગ-અલગ રીતે પહોંચ્યા હતા. ચહલ તેના વકીલો સાથે પહોંચ્યો હતો જ્યારે ધનશ્રી સફેદ ટી-શર્ટ પહેરીને આવી. તેણે ચહેરા પર માસ્ક પણ પહેર્યો હતો. આ સમયે બંનેની પ્રતિક્રિયા જાણવા માટે મીડિયાની ભીડ એકઠી થઈ હતી. પરંતુ બંનેમાંથી કોઈએ મીડિયાને જવાબ આપ્યો હતો.