November 23, 2024

‘Inspire Inclusion’ના થીમ સાથે આ વર્ષે મહિલા દિનની ઉજવણી

Women’s Day 2024: દર વર્ષે મહિલાઓના સમ્માન માટે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે માતા, પત્ની, બહેન, દીકરી ઓફિસમાં સાથે કામ કરતી મહિલાઓ આ તમામને મહિલા દિવસ નિમિતે સમ્માનિત કરવામાં આવે છે. આ વર્ષે એક ખાસ થીમ ‘Inspire Inclusion’ પર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. તો આ થીમનો અર્થ અને તેના ઉજવણી કેવી રીતે કરવી તે અંગે વિસ્તારથી સમજીએ.

આપણે જ્યારે બીજાને મહિલાઓની વેલ્યૂ સમજવા માટે પ્રરિત કરીએ છીએ તો એ ઘટનાને Inspire Inclusion કહીએ છીએ. આ તમને અર્થ થાય છે કે મહિલાઓનો સમ્માન કરવું અને બીજા લોકોને પણ પ્રેરિત કરવું. આ કામ કરવાવાળું કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ ગ્રુપ હોઈ શકે અથવા મહિલાઓ પોતે પણ હોઈ શકે. એક સારી દુનિયાના નિર્માણ માટે દરેક વ્યક્તિ મહિલાઓની વેલ્યૂ સમજે એ ખુબ જ જરૂરી છે. મહિલાઓએ પણ પોતાની વેલ્યૂ સમજવી ખુબ જ જરૂરી છે.

Inspire Inclusionની શરૂઆત
આપણે Inspire Inclusionની શરૂઆત તમારા આસપાસના લોકોથી જ કરી શકો છો. જો તમારી આસપાસ એવું કોઈ કામ કે કોઈ જવાબદારી એવી છે જેમાં મહિલાઓની ભૂમિકા નહિંવત છે. એ તમામ કામ પર સવાલ કરો. જો કોઈ કામમાં મહિલાઓ નથી તો તેની સામે સવાલ કરો. જો કોઈ મહિલાઓ સાથે પક્ષપાત કરી રહ્યું છે તો તેની સામે પણ સવાલ કરો. જો મહિલાઓ સાથે કંઈ પણ ખોટુ કે અયોગ્ય થઈ રહ્યું છે તો તેની વિરૂદ્ધમાં અવાજ ઉઠાઓ. જેના કારણે બીજા લોકોમાં હિમ્મત આવશે. આ સાથે એ લોકો પણ મહિલાના પક્ષમાં બોલવાનું શરૂ કરશે.

મનુષ્યના જીવનની શરૂઆત સ્ત્રીથી થાય છે. આથી આ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પુરતી સિમિતના હોવી જોઈએ. મહિલાઓ માટે જે પણ જુંબેશ શરૂ કરો એ માત્ર એક દિવસ કે સપ્તાહ પુરતી સમિત ના હોવી જોઈએ. તેને ધ્યાનમાં રાખતા આ વર્ષે Inspire Inclusion થીમ પસંદ કરવામાં આવી છે. આપણે એક એવો સમાજ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમ્માન અને પક્ષપાત વિનાનું જીવન મળે.