December 23, 2024

CEATએ હાઈ પાવર બાઇક માટે લોન્ચ કર્યા ટાયર

CEAT દુનિયાના સૌથી જાણિતા ટાયર નિર્માતા કંપનીઓમાંથી એક છે. જેનું પુરુ નામ કૈવિ ઇલેક્ટ્રીક ઈ એફિની ટોરિના છે. વર્તમાન સમયમાં સીએટ ભારતની સૌથી પ્રખ્યાત ટાયર નિર્માતામાંથી એક છે. સીએટનું નામ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક બજારમાં પણ મોખરે છે. CEAT કંપનીના ટાયરને ખુબ જ વિશ્વનીય માનવામાં આવે છે. આ ઉપરાંત વાપરવામાં એકદમ સરળ અને સેફ છે.

બાઈક અને કાર બંને માટે કંપની દ્વારા ટાયર બનાવવામાં આવે છે. આજ કડીમાં કંપનીએ હાઈ પાવર બાઈક્સ માટે Steel Rad Tyres લોન્ચ કર્યું છે. કંપનીએ તેને બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેમાં સ્પોર્ટટ્રેડ અને ક્રોસરોડમાં ઉમેરવામાં આવી છે. મહત્વનું છેકે, ક્રોસરાડની કિંમત 4300 રુપિયા અને સ્પોર્ટરાડની કિંમત 12,500 રુપિયા રાખવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર સ્ટીલ રેડિયલ ટાયરોની આ પ્રીમિયમ રેન્જ છે. જે હાઈ પર્ફોર્મસ મોટરસાઈકલની ક્ષમતાને વધારે છે.

Sportrad વેરિઅન્ટને હાઈસ્પીડ અને કોર્નિગ ડ્રાઈલ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જ્યારે Crossrad એક મલ્ટી ટેરેન હાઈ ગ્રિપ ટાયર છે. કંપનીના જણાવ્યા મુજબ સ્ટીલ રેડ ટાયરોનું નિર્માણ સ્ટીલ બેલ્ટ રેડિયલથી કરવામાં આવે છે. જે હાઈસ્પીડ માટે સારુ હેડલિંગ આપે છે. Sportrad સીરિઝનો પ્રયોગ ખાસ કરીને હાઈ પરફોર્મસ બાઈક્સ માટે કરવામાં આવે છે. જેમાં KTM, RC390, Duke390, Bajaj Dominar 400, TVS Apache RR310 જેવા સ્પોર્ટસ સેગમેન્ટનની બાઈકોનો સમાવેશ થાય છે.

તો બીજી તરફ Crossrad સીરિઝને ઓફ રોડિંગ પાવર બાઈક્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ બાઈક્સને ગમે તેટલા ખરાબ રસ્તા પર ચલાવવામાં આવે તો પણ તેનું બેલેન્સ જડવાઈ રહે છે. જેમાં Suzuki Gixxer Series અને Yamaha FZ Series જેવા બાઈકનો સમાવેશ થાય છે.

કંપનીના Sportrad ટાયરમાં બે સાઈઝ લોન્ચ કરી છે. જેમાં 110/70ZR17 અને 150/60ZR17 છે. કંપનીએ Steel Rad Tyresના લોન્ચ સમયે કંપનીના CEOએ જણાવ્યું કે, સ્ટીલ રેડ સીરિઝ ટાયરની ગુણવતા અને નવા ઇનોવેશન તમારી બાઈક ચલાવવાના ફિલને વધારે સારુ બનાવે છે.