વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો, રામોલ પોલીસે વધુ 2 આરોપીની કરી ધરપકડ

Ahmedabad: વસ્ત્રાલમાં અસમાજિક તત્વોના આતંક મામલે રામોલ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. આજે બપોર બાદ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રામોલ પોલીસે વસ્ત્રાલમાં અસમાજિક તત્વોના આતંક મામલે રવિકુમાર તિવારી અને હેમંત ભાવસારની ધરપકડ કરી છે. હેમંત ભાવસાર પંકજ ભાવસારનો પિતરાઈ ભાઈ છે. હેમંત ભાવસાર સામે અગાઉ ચોરીનો ગુનો નોંધાયેલો છે. જ્યારે રવિકુમાર ત્રિવેદી ઘરેથી એક કંપની માટે કામ કરે છે અને રૂ.30 હજાર જેટલો પગાર છે. આજે બપોર બાદ બંનેને કોર્ટમાં રજૂ કરાશે. અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી પંકજ ભાવસાર છે. નોંધનીય છે કે, પંકજ ભાવસારને અગાઉ સંગ્રામસિંહ સાથે ફોન પર બોલાચાલી થઈ હતી. ઘટનાના દિવસે સંગ્રામસિંહ સ્પોટ પર આવશે એવી વિગત મળતા ભાવસાર ગેંગ એકઠી થઈ હતી . જોકે, તમામ આરોપીઓ પંકજ ભાવસારને સીધી રીતે ઓળખતા નહોતા. પરંતુ કેટલાકને ઝગડો થયો છે તો કેટલાકને હોળી રમવાનું કહી બોલાવ્યા હતા. જ્યારે અન્ય 7 આરોપીઓ સામે અગાઉ કોઈપણ ગુનો દાખલ થયેલો નથી.
આ પણ વાંચો: ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદના લાલદરવાજા AMTS બસ સ્ટેન્ડ ખાતે ‘Cool’ બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યું