અમૂલ્ય પ્રેમ: 16 વર્ષની મૂકબધિર પુત્રીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા

આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને પાવાગઢ આવ્યા હતા.

પાવાગઢ: ચૈત્ર નવરાત્રીમાં શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર-દૂરથી પોતાની આસ્થા અને ભક્તિ માટે આવતા હોય છે.ત્યારે પાવાગઢ ખાતે ભક્તોને ભાવુક કરી દેતી એક ઘટના બની હતી. પાવાગઢ મંદિર ખાતે એક પિતા જે પોતાની દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે ખભા પર ઊચકીને તમામ પગથિયા ચઢ્યા હતા. એક પિતાની પુત્રી પ્રત્યેના પ્રેમની આવી લાગણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને પાવાગઢ આવ્યા હતા. નવરાત્રીમાં દીકરીને માતાજીના આશીર્વાદ અપાવવા માટે 50 વર્ષના શ્રમિક પિતાએ કાળઝાળ ગરમીમાં 40થી વધુ કિલો વજન ઉચકીને દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા હતા. આ બાદ દીકરીને દર્શન કરાવ્યા હતા. દીકરીને ખભા પર ઉચકીને જતા પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: પ્રથમવાર રામનવમીના અવસરે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે

હાલમાં પિતા-પુત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે ત્યાં જ આ વાીડિયો જોઇ ઘણા યૂઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાછે તેમજ કેટલાક યૂઝર્સ ભાવુક પણ થઇ રહ્યા છે તેમજ પિતા-પુત્રીની આ અમૂલ્ય પ્રેમની પ્રશંષા પણ કરી રહ્યા છે.