May 20, 2024

આ તો મારા બાપની જાગીર, BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ

Lok Sabha Election 2024: દાહોદમાં લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ છે. મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું છે. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. ગુજરાતમાં આવું 2 જગ્યાએ સામે આવ્યું છે. જેમાં દાહોદ, મહીસાગરમાં કેપ્ચરિંગનું સામે આવ્યું છે.

વીડિયો થયો વાયરલ
દાહોદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિજય ભાભોરે સાથે અન્ય લોકો સાથે મળીને બીજેપી ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કરતા જોવા મળી રહ્યા છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો પણ કહ્યા હતા. કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ હોય તેમ બીજેપી નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. પોતે જ લાઈવમાં આ બતાવ્યું હતું. ત્યાર બાદ વીડિયો વાયરલ થતાની સાથે વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી ડિલિટ કર્યો હતો. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે. કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે. સોશીયલ મીડિયા પર બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ આવ્યો હતો. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. સ્થાનિક રિટનીગ ઓફિસર તપાસ કરીને સમગ્ર રિપોર્ટ ઇલેક્શન કમિશનને જમા કરાવે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં મૌલવીને છોડાવવા અંગે ઓડિયો વાયરલ!

મહીસાગર પણ બૂથ કેપ્ચરિંગ
સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં થયું બૂથ કેપ્ચરીંગનો મામલો સામે આવ્યો છે. બુથ એજન્ટ શનાભાઇ તાવીયાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બુથ શનાભાઇ તાવીયાડને પોલીસે લેખિતમાં અરજી કરી છે. બીજેપી નેતાના પુત્રએ બુથ એજન્ટને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.