November 26, 2024

Shubman Gillએ રોહિત શર્માને પહેલી જ સિરિઝમાં પાછળ છોડી દીધો

Shubman Gill IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની પાંચમી T20 મેચ 42 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો. શુભમન ગિલની આ પ્રથમ શ્રેણી હતી અને તેણે આ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.

રોહિત શર્મા રહ્યો પાછળ
શુભમન ગિલે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં બે અડધી સદી ફટકારી હતી. તેણે ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 31, 2, 66, 58 અને 13 રનની ઇનિંગ્સ રમી અને શ્રેણીમાં કુલ 170 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. વિરાટ તેની આગળ છે. રોહિત શર્માએ 2017ની T20 સિરીઝમાં શ્રીલંકા સામે કેપ્ટન તરીકે 162 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની

T20 શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટનોની યાદી
વિરાટ કોહલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2021, 183 રન, વિરાટ કોહલી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 2019, 170 રન, શુભમન ગિલ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 2024, 162 રન, રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા, 2017, 159 રન, રોહિત શર્મા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 2021 વધુ રન બનાવ્યા છે. અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તેણે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, જેમાંથી ટીમ ઈન્ડિયા ચારમાં જીતી હતી. એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.