October 31, 2024

કેનેડાનો વિશ્વાસઘાત… ટ્રુડોએ બેશરમીની તમામ હદ પાર કરી, કહ્યું- ભારત સાયબર જાસૂસી કરે છે

નવી દિલ્હી: કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. આપણે બધા જાણીએ છીએ કે, કેનેડા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવે છે. પરંતુ કેનેડાએ હવે વિશ્વાસઘાતની તમામ હદો વટાવી દીધી છે. કેનેડા, કેનેડિયન સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી દ્વારા પ્રકાશિત તેના વાર્ષિક ધમકી અહેવાલમાં જણાવ્યું હતું કે, તે ભારત તરફથી કહેવાતા રાજ્ય-પ્રાયોજિત હેકિંગ અને સાયબર જાસૂસી પ્રયાસો માટે તૈયારી કરી રહ્યું છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ‘અમે માનીએ છીએ કે કેનેડા અને ભારત વચ્ચેના ગાઢ સત્તાવાર દ્વિપક્ષીય સંબંધો કેનેડા સામે ભારત દ્વારા પ્રાયોજિત સાયબર ધમકી પ્રવૃત્તિ તરફ દોરી જશે.’ રિપોર્ટમાં ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાની સાથે ભારતને પણ ‘વિરોધી રાજ્ય’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. કેનેડાએ ભારત પર ‘સાયબર પ્રોગ્રામ્સ’ બનાવવાનો આરોપ પણ મૂક્યો છે જે કેનેડા માટે ખતરો છે.