શું અનમોલ બિશ્નોઈને ભારત લાવવામાં આવશે? જાણો શું કરી રહી છે ભારતીય એજન્સી
America: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ગુરુવારે કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી હતી. કેલિફોર્નિયા પોલીસે અનમોલ બિશ્નોઈની અટકાયત કરી છે. ભારતીય તપાસ એજન્સીઓ અનમોલને લઈને અમેરિકન એજન્સીઓના સતત સંપર્કમાં હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણને લઈને પેપરવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જાણકારોના મતે અનમોલને ભારત લાવવાનું અત્યારે શક્ય જણાતું નથી. મહારાષ્ટ્રમાં NCP (અજિત પવાર) જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં પણ લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. આ પછી મુંબઈ પોલીસ અનમોલના લોકેશન પર નજર રાખી રહી હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં ઓડ-ઈવન ક્યારે લાગુ થશે? પ્રદુષણથી લોકો થયા હેરાન-પરેશાન
તેને ભારત ક્યારે પરત લાવવામાં આવશે?
ઈન્ટરપોલ દ્વારા અનમોલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. અનમોલ બિશ્નોઈ કેલિફોર્નિયામાં હોવાની માહિતી ભારતીય તપાસ એજન્સીઓને શેર કરવામાં આવી હતી. આ પછી, હવે ભારત અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની વાત કરી રહ્યું છે અને અનમોલને ક્યારે ભારત લાવવામાં આવશે તે જાણવા માટે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યારે અનમોલને ભારત લાવવાનું શક્ય જણાતું નથી. જોકે, અનમોલ બિશ્નોઈને ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકામાં અનમોલ વિરુદ્ધ કોઈ કેસ નોંધાયેલ નથી.