November 24, 2024

WhatsAppમાં આવી રહ્યું છે કોલિંગ બાર ઈન્ટરફેસ, જાણો ફાયદાઓ

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આજના સમયમાં તમામ લોકોના ફોનમાં WhatsApp હોય જ છે. ત્યારે વોટ્સએપ સતત તેના વપરાશકર્તા માટે નવા નવા અપડેટ લઈને આવે છે. ત્યારે ફરી એક વખત તેના માટે એક નવું અપડેટ લઈને આવી રહ્યું છે. આવો જાણીએ કે શું આવી રહ્યું છે આ નવું ફીચર.

કોલિંગ બાર ફીચર
WhatsApp ટૂંક સમયમાં તેના લાખો યુઝર્સ માટે એક નવું કોલિંગ બાર ફીચર લાવવા જઈ રહ્યું છે. દુનિયામાં અંદાજે 2.4 અબજ લોકો WhatsAppનો ઉપયોગ હાલના સમયમાં કરે છે. WhatsAppમાં તમને વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગ અને ઓનલાઈન પેમેન્ટ જેવી મોટા ભાગની સુવિધાઓ એક એપમાં મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. થોડા જ સમયમાં વોટ્સએપ તેના યુઝર્સ માટે એક નવું કોલિંગ બાર ફીચર લાવવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: Online Payment Fraudના કેસમાં મોટો વધારો, RBIએ જાહેર કર્યો ડેટા

રોલઆઉટ કરવામાં આવ્યું
આ ફીચર તમને નવા ઈન્ટરફેસની સાથે સાથે નવી સુવિધા પણ આપશે. થોડા દિવસ પહેલા કોલિંગ ફીચરને સરળ બનાવવા માટે એક નવું ઈન્ટરફેસ તૈયાર કરવામાં આવ્યું છે. હવે નવું ઈન્ટરફેસ WhatsApp દ્વારા રોલઆઉટ થવાનું શરૂ થઈ ગયું છે. WhatsAppinfoમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે Android 2.24.12.14 અપડેટ સાથે ટૂંક સમયમાં આવી રહ્યું છે. Wabetainfoએ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. નવી કૉલિંગ સુવિધા સ્ક્રીનના નીચેના ભાગમાં તમને મળશે. તમને જણાવી દઈએ કે કંપનીએ નવા અપડેટમાં પ્રોફાઈલ ફોટોની સાઈઝ પણ પહેલા કરતા મોટી કરી દીધી છે.