April 1, 2025

વિધાનસભા ગૃહમાં CAGનો રિપોર્ટ રજૂ કરાયો, રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની મોટા પાયે ધટ

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે CAGનો રિપોર્ટ રજૂ કરાયો હતો. કેગના રિપોર્ટમાં રાજ્યની આરોગ્ય સેવા સંદર્ભે ઉલ્લેખ કરાયો છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની મોટા પાયે ધટ હોવાની માહિતી સામે આવી છે. વર્ષ 2016-2022 દરમિયાન 9983 આરોગ્ય કર્મચારીઓની ભરતી છતાં ધટ છે. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તબીબોની 23% અને નર્સની 6% ધટ છે. 33માંથી 19 જિલ્લામાં 25% કરતા તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની ધટ છે.

કેગના રિપોર્ટમાં કરાયું સૂચન
રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓનું અસમાન ભૌગોલિક વહેચણીમાં સુધારો કરવો જરૂરી છે. કેગના રિપોર્ટમાં આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓનો મુદ્દો સામે આવ્યો છે. કેગના રિપોર્ટમાં ખાલી જગ્યાના આંકડા પણ સામે આવ્યા છે. મંજૂર કરેલી જગ્યા સામે MCHsમાં 28%, DHsમાં 36%, SDHsમાં 51% જગ્યા ખાલી છે. મંજૂર કરેલી જગ્યા સામે તબીબોની કેડરમાં 18%, નર્સની કેડરમાં 7% અને પેરા મેડિકલ કેડરમાં 46% જગ્યા ખાલી છે.

આરોગ્ય ક્ષેત્રે સરકારને કેગે સુધારા સૂચવ્યા
સરકાર OPD/IPD સેવાઓ વધુ ઉપલબ્ધ કરાવવા અસરકારક પગલા લે તેમજ તમામ સરકારી આરોગ્ય સંભાળ સુવિધાઓમાં પૂરક સેવાઓને સુધારવી જરૂરી છે. આવશ્યક દવાઓનો પુરવઠો પૂરતી માત્રામાં પહોંચાડવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી દવાઓના નમૂનાના રિપોર્ટ આપવામાં વિલંબ કરે છે. 2019-2022 દરમિયાન લેબના ટેસ્ટીગ રિપોર્ટ 5થી 55 ટકા સુધી બાકી રહ્યા હતા. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં બેડ અને ઈમારતની માળખાગત સુવિધામાં અછત જણાઈ છે. સરકાર આરોગ્ય ક્ષેત્રનું બજેટ 8% સુધી વધારી મૂડી ખર્ચ વધારે તેવું સૂચન કરાયું છે.