આરોપી હરૂન અયુબના ઘરે ચાલ્યું દાદાનું બુલડોઝર, સરકારી જમીન પર કર્યું હતું ગેરકાયદેસર બાંધકામ  

Kutch: રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. આ વચ્ચે પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી હોટલ અને મકાન બનાવનાર આરોપી હરુન અયુબના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આરોપી હરૂન અયુબના ઘરે દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આરોપી હરૂન અયુબ પર લુંટ, મારામારી, ગેરકાયદેસર ખાણ ખનિજ સહિતાના ગુનાઓ નોંધાયેલ છે. જ્યારે હરૂન અયુબે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતુ. નોંધનીય છે કે, સરકારી જમીન પર ત્રણ માળ અને બાજુમાં બે માળનું મકાન બનાવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક સરકારી પ્લોટ પર સહારા નામની હોટેલ બનાવી હતી. જેમા 25000 ચો.ફુટની સરકારી જમીન પર દબાણ કર્યું હતું. જેને લઈને કચ્છ પોલીસે ગેરકાયદેસર દબાણને દુર કર્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા કરી બંધ