February 2, 2025

મધ્યમવર્ગનું કાર લેવાનું સપનું થશે સાકાર, કસ્ટમ ડ્યૂટીને લઈ બજેટમાંથી રાહત

Budget 2025: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં જાહેરાત કરી છે કે મોબાઇલ અને ટીવી જેવા ઘણા ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Budget 2025: નિર્મલા સીતારમણનો માસ્ટરસ્ટ્રોક, 12 નહીં પણ 12.75 લાખ સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેકસ

આ ઉત્પાદનો સસ્તા બન્યા

  • ટીવી
  • મોબાઈલ
  • ઇલેક્ટ્રિક કાર
  • ઈવી બેટરી
  • કેન્સર દવાઓ
  • જીવન રક્ષક દવાઓ

દવાઓના ભાવમાં ઘટાડો
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરતા જણાવ્યું કે મોબાઇલ અને ટીવી જેવા ઘણા ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્સરની સારવારમાં વપરાતી 36 જીવનરક્ષક દવામાં ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. જેનાથી દવાઓના ભાવમાં ઘટાડો થશે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ છે.