February 2, 2025

સુરક્ષા પાંખ થશે વધુ મજબૂત, મોદી સરકારે વધાર્યું બજેટ

Budget 2025: નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ,યુવા અને શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ તમામની સાથે સંરક્ષણ ક્ષેત્ર પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2025માં ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે 6.8 લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ સંરક્ષણ બજેટ વિશે.

આ પણ વાંચો: ફૂડ અને હોમ ડિલેવરી કરતા રાઈડર્સને મળશે સુરક્ષા કવચ, બજેટમાં થઈ છે ખાસ જાહેરાત

બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને શું મળ્યું?
કેન્દ્રીય બજેટ 2025માં સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ 6.8 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. 6.8 લાખ કરોડના ડિફેન્સ બજેટમાં કેપિટલ બજેટ માટે 1.8 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ રુપિયાથી નવા હથિયાર, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજ અને અન્ય સૈન્ય ઉપકરણો નવા ખરીદવામાં આવશે.