September 2, 2024

Budget 2024: રેલવે બજેટને કેન્દ્રીય બજેટથી કેમ અલગ કરવામાં આવ્યું હતું?

Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી વખત નાણામંત્રી બનેલ નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ અનેક રીત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને જાવક એટલે કે ખર્ચનો હિસાબ એટલે કે બજેટ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ બજેટમાં રેલવેને લઈને પણ અનેક જાહેરાતો કરવામાં આવશે. પરંતુ કેટલાંક વર્ષ પહેલા સામાન્ય બજેટથી અલગ રેલવે બજેટ રજૂ કરવામાં આવતું હતું.

નાણાકીય વર્ષ 2016-17 પહેલા રલવે બજેટને કેન્દ્રીય બજેટના કેટલાંક દિવસ રજૂ કરી દેવામાં આવતું હતું. તત્કાલીન નાણામંત્રી અરુણજેટ્લી દ્વારા વર્ષ 2017-18 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરતાં 92 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા ખતમ થઈ ગઈ. રેલવે બજેટ સૌપ્રથમ 1924માં એકવર્થ સમિતિની ભલામણોને આધારે સામાન્ય બજેટથી અલગ રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

પ્રથમ રેલવે બજેટ
દેશની સ્વતંત્રતા મળ્યા બાદ પ્રથમ રેલવે બજેટ 1947માં દેશના પહેલા રેલવે મંત્રી જૉન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારે તેઓ દેશના નાણામંત્રી પણ હતા એટલે તેમણે દેશનું સામાન્ય બજેટ પણ રજૂ કર્યું હતું. આમ તેમણે એક સાથે બે બજેટ રજૂ કર્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2016 સુધી રેલવે મંત્રાલયએ જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર રેલવે બજેટનો કેન્દ્રીય બજેટમાં વિલય કરવા જઈ રહી છે. આ નિર્ણય નીતિ આયોગના સભ્ય વિવેક દેબરૉયની અધ્યક્ષતા વાળી સમિતિની ભલામણો અને દેબરૉય અને કિશોર દેસાઇ દ્વારા ‘રેલવે બજેટ માંથી મુક્તિ’ પર એક અલગ પત્ર પર આધારિત હતો.

નાણા મંત્રાલયે લઈ લીધી જવાબદારી
નાણા મંત્રાલય રેલવે માટેના અંદાજો સહિત એક જ વિનિયોગ બિલ તૈયાર કરશે અને તેને સંસદમાં રજૂ કરશે. નાણા મંત્રાલય તેને લગતા તમામ કાયદાકીય કામ પણ સંભાળશે. ભારતીય રેલ્વેને સરકારને ડિવિડન્ડ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે અને તેનો મૂડી પ્રભાર ખતમ થઈ જશે. રેલ્વે મંત્રાલય તેના મૂડી ખર્ચના ભાગને આવરી લેવા માટે નાણાં મંત્રાલય પાસેથી સહાય મેળવશે. જો કે, ભારતીય રેલ્વે તેના મૂડી ખર્ચને ધિરાણ કરવા માટે વધારાના-બજેટરી સંસાધનો દ્વારા બજારમાંથી સંસાધનો એકત્ર કરવાનું ચાલુ રાખશે.

કેન્દ્રીય બજેટમાં રેલવે બજેટનો વિલય કરવાનો હેતુ સરકારના નાણાંનો સંપૂર્ણ હિસાબ આપવો અને રાજમાર્ગો, રેલવે અને જલમાર્ગો વચ્ચે પરિવહન યોજનાઓમાં સુધારા કરવાનો હતો. તેણે નાણા મંત્રાલયને મિડ-યર રિવ્યુ દરમિયાન સંસાધનોની ફાળવણીમાં વધુ સુગમતા પણ આપી.