BSFએ બાડમેર જિલ્લામાં સરહદ નજીક હથિયારોની દાણચોરી પકડી પાડી
બાડમેર: બોર્ડર સિક્યુરિટી ફોર્સે બાડમેર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હથિયારોની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
આજરોજ તારીખ 17/01/2025ના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં શસ્ત્રોની દાણચોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે બોર્ડર સિક્યોરિટી ફોર્સે એક ખાસ ઓપરેશન શરૂ કર્યું અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ચાર 9 એમએમ ગ્લોક પિસ્તોલ, 8 મેગેઝિન અને 78 જીવંત રાઉન્ડ મળી આવ્યા.