News 360
December 30, 2024
Breaking News

અમરેલીમાં I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણ, બાબરા પાલિકા બની કોંગ્રેસ મુક્ત

અમરેલી: અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ આજે અમરેલીના બાબરા ખાતે I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણ પડ્યું હતું અને લાઠી બાબરા ગત વિધાનસભાના આપ (AAP)ના ઉમેદવાર જયસુખ દેત્રોજાં ઉર્ફે જયસુખ ડોલીએ કેસરીયો ધારણ કરી લીધો હતો સાથે બાબરા પાલિકાના 2 કોંગી સદસ્યોએ કેસરીયો કરી લેતા રાજકીય હડકંપ મચી ગયો હતો.

આપ અને કોંગ્રેસના 60 જેટલા કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ પહેરી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાના સમર્થનમાં જોડાઈ ગયા હતા. આમ આપ અને કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. આપના ઉમેદવાર જયસુખ દેત્રોજા ગત વિધાનસભામાં કોંગ્રેસના મતોને નુકશાન કર્યું હતું અને આપ અને કોંગી કાર્યકરો પૂર્વ પ્રભારી હકુભા જાડેજા, કૌશિક વેકરીયા, જનક તળાવીયા, જે.વી. કાકડીયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ભાજપમાં જોડાયા હતા. જ્યારે ગઈકાલે બાબરા ખાતે કોંગી ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની મિટિંગમાં ઉપસ્થિત રહેલા જયસુખ દેત્રોજાએ આજે કેસરીયો કરી ભાજપમાં જોડાઇ ગયા હતા.

આ અંગે પક્ષ પલટો કરનાર આપ નેતા જયસુખ દેત્રોજાંએ જણાવ્યું હતું કે, જ્યારે બાબરા પાલિકાના માત્ર 2 કોંગ્રેસ સદસ્યો આજે ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ મુક્ત બાબરા પાલિકા બની ગઈ હતી. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી X પર કોંગ્રેસ ટનાટન મુદ્દે કૌશિક વેકરીયા એ કોઈ ટનાટન નથી માત્ર વાહિયાત વાતો છે દેશમાં સોળે કળાએ કમલ ખીલવાનો વિશ્વાસ કૌશિક વેકરીયા એ વ્યક્ત કર્યો હતો

તમને જણાવી દઇએ કે, ગઇકાલે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને ભાજપ નેતા ડો. યજ્ઞેશ દવે વચ્ચે સોશિયલ મીડિયા હેન્ડલ X પર શાબ્દિક યુદ્ધ થયું હતું. જેમાં બંને નેતાઓએ સામસામે આક્ષેપો કર્યા હતા. જેમાં પક્ષ પલટુ અને કેટલાક નેતાઓને લઇ ગંભીર આક્ષેપો સાથે રમજી કવિતાઓ શેર કરી વ્યંગ કરવામાં આવ્યો હતો.