રાણપુરના લીંબડી ત્રણ રસ્તા પાસે 45 ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું

અશ્વિન મકવાણા, બોટાદઃ જિલ્લાના રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી.

આજરોજ તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં 45 જેટલા દબાણધારકોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 2 જીસીબી તેમજ 3 ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર, નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

મોટા થડા હતા તે કાઢી રાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ સહિત તંત્ર ખડે પગે રહીને ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતું.