July 8, 2024

કારોબારી બેઠકમાં પાટીલનું સંબોધન, કહ્યુ – એક સીટ હાર્યાનું દુઃખ… પણ કમજોર નથી પડ્યાં

બોટાદઃ સાળંગપુરમાં આજે ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીઆર પાટીલે સંબોધન કર્યું હતું અને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા જણાવ્યુ હતુ.

તેમણે સંબોધન દરમિયાન કહ્યુ હતુ કે, ‘બુથ માઈનસ રહ્યા છે ત્યાં કામ કરવાની જરૂર છે. 15 હજાર બુથ ગત ચૂંટણીમાં માઈનસમાં રહ્યા હતા. આપણે એક સીટ હાર્યા તેનું દુખ હોય આપણને.. પરંતુ આપણે કમજોર નથી પડ્યાં. આપણે 30 હજાર વોટથી સીટ હાર્યાએ આપણે યાદ રાખવું જોઈએ.’

તેઓ વધુમાં કહે છે કે, ‘ભવિષ્ય માટે લોકોએ વિચારવાનું છે. પાર્ ને કનવિન્સ કરો કે તમે મને રીપિટ કર્યો પાર્ટીને તેનાથી નુકસાન નથી થયું. તમારા બુથમાં લોકોને ભેગા કરો અને લોકોને તમે ચા પીવડાવો અને તેના સાથે સંપર્કમાં રહો. પેજ સમિતિના કારણે 74 લાખ ઘરમાં આપમા મત છે. તેના કારણે 2.25 કરોડ મત થયા છે.’

તેઓ આગળ જણાવે છે કે, ‘આપણને 2 કરોડ વોટ મળ્યા જો 2.25 કરોડ વોટ મળ્યા હોત તો 5 લાખના ટાર્ગેટને આપણે પૂર્ણ કરી શક્યા હોત. અત્યાર સુધી તમે લોકોએ મને સપોર્ટ કર્યો. સાથે રહ્યા. 4 વર્ષ સુધી મારાથી ઘણી ભૂલ થઈ હશે. નારાજ પણ ઘણાં થયા હશે પણ તમે લોકો સાથે રહ્યા તમામનો આભાર.’