December 27, 2024

મુસાફરોને IRCTC એપ પર ટિકિટ બુક કરવામાં થઈ રહી છે મુશ્કેલી

IRCTC App Down: રેલ્વે મુસાફરોને આજે ઓનલાઈન ટિકિટ બુક કરવામાં સમસ્યા થઈ રહી છે. IRCTCની એપ અને વેબસાઈટ ડાઉન થઈ હોવાનું સામે આવ્યું છે. લોકોએ સોશિયલ મીડિયા આ વિશે જાણકારી આપી રહ્યા છે અને ટિકિટ બુક કરાવી શકતા નથી. જોકે IRCTCએ હજુ સુધી આ મામલે કંઈ માહિતી આપી નથી.

આ પણ વાંચો: મહેસાણામાં વગર વરસાદે ભુવો પડ્યો, તંત્ર ઘોર નિદ્રામાં

લોકોએ કરી સોશિયલ મીડિયા પર ફરિયાદ
લોકો સોશિયલ મીડિયા પર IRCTC એપ અને વેબસાઇટ કામ કરી રહી નથી તેની ફરિયાદ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારની લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે IRCTCએ તાત્કાલિક તપાસ કરવી જોઈએ. એક વ્યક્તિ કહ્યું કે ‘ભારત વિશ્વનું સૌથી મોટું IT હબ છે. આમ છતાં એક વેબસાઈટને સુધારવામાં આવી રહી નથી. જેના કારણે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે.