સીરિયાના માનબીજ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ, 15 લોકોના મોત
Syria Bomb Blast: સીરિયામાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે.
BREAKING: At least 15 people were killed and dozens wounded when a car bomb exploded next to a vehicle carrying agricultural workers in the outskirts of the northern Syrian city of Manbij, local civil defense and a war monitor reported. https://t.co/H5knBjcDM6
— The Associated Press (@AP) February 3, 2025
આ પણ વાંચો: જો તમને જનતાએ સૂત્રોચ્ચાર માટે મોકલ્યા છે, તો તે જ કરો અથવા ગૃહ ચલાવો: બિરલા
15 લોકોના મોત થયા
ઉત્તર સીરિયામાં મનબીજ શહેરની બહાર એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્ફોટ કૃષિ કામદારોને લઈ જઈ રહેલા વાહન પાસે થયો હતો. આ વિસ્ફોટ એક કારમાં થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ 15 લોકોના મોત થયા છે પરંતુ આ આંકડામાં વધારો થઈ શકે છે. સ્થાનિક નાગરિક સંરક્ષણ અને યુદ્ધ મોનિટરિંગ સંસ્થાએ આ વિશે માહિતી આપી છે.