સુરેન્દ્રનગરમાં ઝડપાયો બોગસ ડોક્ટર, SOGએ જપ્ત કર્યો 18 હજારથી વધુનો મુદામાલ
Surendranagar: રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યો છે. SOGએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા સુરેશ ગળધારિયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બોગસ ડોક્ટરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ વચ્ચે હવે સુરેન્દ્રનગર SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યો છે. સાયલાના ધારાડુંગરી ગામે ડિગ્રી વગર છેલ્લા એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. એલોપેથી દવા સહિત ફૂલ રૂ. 18 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. SOG પોલીસે સાયલા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: છત્તીસગઢના નારાયણપુર ગામમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, એક ગ્રામજનોનું મોત, 3 ઘાયલ