યુરોપમાં ઘૂસણખોરીનો પ્રસાય કરનારા ડઝનબંધ લોકો ‘English Channel’માં ડૂબી ગયા
પેરિસ: ફ્રાંસથી ઈંગ્લિશ ચેનલ પાર કરવાના પ્રસાયમાં મોટી દુર્ઘટના થઈ હોવાની જાણકારી સામે આવી છે. એક જાણકારી અનુસાર, આજે સવારે ફ્રાંસથી ઈંગ્લિશ ચેનલ પાર કરવાની અસફળ કોશિશ દરમિયાન પ્રવાસીઓથી ભરેલી એક નાવડી દરિયાની લહેરોની થપાટમાં સમાઈ ગઈ હતી. આ દરમિયાન આ નાવડીમાં સવાર ઘણા લોકોના ડૂબી જવાના કારણે મોત થયા છે. ફ્રાંસીસી અધિકારીઓએ આ જાણકારી આપી છે. મૃતકો અને ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં ટીમ જોડાઈ ગઈ છે.
આવી દુર્ઘટના કોઈ પ્રથમવાર બની નથી, જ્યારે ઈંગ્લિશ ચેનલ પાર કરતા સમયે લોકોના જીવ ગયા હોય. આ પહેલા પણ ઘણી વખત ગેરકાયદેસર યૂરોપમાં પ્રવેશ કરવા પર ઈંગ્લિશ ચેનલ પાર કરનારા લોકોની નાવડી ડૂબવાથી મોત થયા હોય. તે છતા આવા પ્રયાસો ઓછા નથી થઈ રહ્યા. તાજા ઘટનાને લઈ ‘પાસ-ડી-કેલાઈસ’ ક્ષેત્ર તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, બચાવ અભિયાન ચાલુ છે તથા ત્રાસદીમાં જીવિત બચેલા લોકોને ઉત્તરી એમ્બલેટ્યૂજના રમતગમત હોલમાં લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 18 સપ્ટેમ્બરે લાગશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો આ દરમિયાન શું સાવધાની રાખવી જોઈએ
ઉત્તર ફ્રાંસથી બ્રિટેન જવા માંગતા હતા લોકો
અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના આજે એટલે કે રવિવારે સવારે બની હતી. લગભગ બે અઠવડિયા પહેલા પ્રવાસીઓને લઈ જઈ રહેલી એક નાવડી ‘ઈંગ્લિશ ચેનલ’માં તે સમયે દુર્ઘટનાગ્રસ્ત બની હતી જ્યારે તેને ફ્રાંસથી બ્રિટેન પહોંચવાના પ્રયાસમાં હતી. નાવડીમાં સવાર ડઝનબંધ લોકો ખતરનાક જળમાર્ગમાં પડી ગયા હતા અને 13 લોકોના મોત થયા હતા.