December 17, 2024

BJPએ લોકસભાના સાંસદોને વ્હીપ જારી કર્યો, ‘One Nation-One Election Bill’ રજૂ થશે!

One Nation One Election Bill: ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા આ વ્હીપ મંગળવાર માટે જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે લોકસભામાં ‘One Nation-One Election’ બિલ રજૂ કરવામાં આવી શકે છે. પાર્ટીએ તેના તમામ સાંસદોને આવતીકાલે ગૃહમાં ફરજીયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉ એવી ચર્ચા હતી કે સરકાર ‘One Nation-One Election’ બિલને આજે લોકસભામાં રજૂ કરશે, પરંતુ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું.

સૂત્રોનું માનીએ તો એનડીએના તમામ પક્ષો સાથે ‘One Nation-One Election’ને લઈને ચર્ચા થઈ છે અને તમામ પક્ષો આ બિલની તરફેણમાં છે. લોકસભામાં મંગળવારનો અપડેટેડ એજન્ડા જાહેર થયા બાદ તમામ અટકળો સાફ થઈ જશે. આ બિલને ગયા શુક્રવારે લોકસભાની બિઝનેસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તમામ સાંસદોને બિલની કોપી વહેંચવામાં આવી હતી, પરંતુ બાદમાં આ બિલને લોકસભાની રિવાઇઝ્ડ બિઝનેસ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.