February 25, 2025

ભાજપમાં હોળી પહેલા દિવાળી, 27 વર્ષ પછી દિલ્હીમાં કમળ ખીલી ઊઠ્યું

Bjp In Delhi: દિલ્હી ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બનશે. ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કાર્યકરોમાં ખૂબ અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક ભાજપના કાર્યકર્તા પર ખુશી જોવા મળી રહી છે. દિલ્હીમાં ભાજપ કાર્યાલયની બહાર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ એકબીજાને મિઠાઈ ખવડાવી રહ્યા છે.

આ પણ વાંચો: દ્રૌપદીના વસ્ત્રાહરણનો ફોટો પોસ્ટ કરીને સ્વાતિ માલીવાલે AAPને ટોણો માર્યો

મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
આ સમયે દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હીના લોકોએ વડા પ્રધાન મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ દિલ્હીના લોકોની મોટી જીત છે. મોદી આજે સાંજે પાર્ટી મુખ્યાલય જશે. હાલ તો તા દિલ્હીમાં ભાજપ કાર્યાલયની બહાર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.