February 4, 2025

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો, મતદાન પહેલા 215 બેઠક પર BJP બિનહરીફ

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેના પહેલા જ ભાજપની ભવ્ય જીત થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 2178 બેઠકો પર ચૂંટણીની જાહેરાત થઈ હતી. જેમાં મતદાન પહેલા જ 215 બેઠક પર બીજેપીનો બિનહરીફ વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠક, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 10 બેઠક સહિત 215 બેઠક પર બિનહરીફ જીત મેળવી છે. આ સાથે ભાજપે મતદાન પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દબદબો જમાવી દીધો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં તો બહુમતી કરતાં પણ વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો 9 બેઠકો અને તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.