હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી કડકડતી ઠંડી, અટલ ટનલ બંધ કરવી પડી

Himachal Pradesh Weather: લાહૌલ, કુલ્લુ, સિરમૌર, ચંબાના ઉપરના વિસ્તારો અને શિમલાના નારકંડા અને કુફરીમાં હિમવર્ષા થઈ હતી. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. હિમવર્ષાને કારણે 250 રસ્તા બંધ થઈ ગયા છે.
આ પણ વાંચો: CT 2025: ન્યુઝીલેન્ડ સામેની મેચમાં બદલાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન?
વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો
ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાને કારણે 250 રસ્તા બંધ થઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેની અસર વાહનવ્યવહાર પર પણ થઈ છે. ઘણી જગ્યાએ વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તાઓ બરફ નીચે દટાય ગયા છે. મનાલીથી લાહૌલ જવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે ત્યાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગે ચંબા અને કાંગડામાં ઓરેન્જ એલર્ટ અને અન્ય 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યું છે. 24 કલાકમાં ભારે હિમવર્ષા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વહીવટીતંત્રે લોકોને સાવધ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.