September 17, 2024

વાળ ખરવાની સમસ્યા થશે દૂર, આ રીતે ઘરે જ બનાવો બાયોટીન પાવડર

Biotin powder For Hair: જ્યારે તમારા ખોરારમાં પોષક તત્વોની ઉપણ હોય છે ત્યારે તેની અસર તમારા વાળ ઉપર પડે છે. પોષક તત્વોની ઉણપ થાય છે અને પછી વાળને કોઈને કોઈ પ્રકારની સમસ્યા થાય છે. વાળ તૂટવા લાગે છે કે ખરવા લાગે છે. તેના માટે તમારી જીવનશૈલી અને ખાણીપીણી જવાબદાર છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો તમારા માટે આ માહિતી ખાસ છે.

બાયોટિન પાવડર આ રીતે બનાવો
વાળ ખરવાની સમસ્યા હોય તો તમારે બાયોટિન પાવડરનું સેવન તમારે કરવું જોઈએ. જેને તમે ઘરે પણ બનાવી શકો છો. બાયોટિન, જેને વિટામિન B7 અથવા વિટામિન H તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ બાયોટિન પાવડર કેવી રીતે બનાવશો.

બાયોટિન પાવડર માટે વસ્તુઓ

1 કપ મગફળી,
અડધો કપ બદામ અને અખરોટ
1 કપ સૂર્યમુખીના બીજ
1 કપ કોળાના બીજ
1 કપ ફ્લેક્સસીડ અને તલ

આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીએ આ 3 વસ્તુઓ ન ખાવી

બાયોટિન પાવડર કેવી રીતે બનાવવો?
પહેલા તો તમારે બદામ અને તમામ ડ્રાયફ્રુટને શેકવાના રહેશે. જ્યાં સુધી આ ડ્રાયફ્રુટ લાલ જેવા ના થાય ત્યાં સુધી તેને શેકવાના રહેશે. આ પછી આ શેકેલા ડ્રાયફ્રુટને સારી રીતે ઠંડા થવા દો. પછી તમારે તેને પીસી લેવાના રહેશે. તેને બારીક પાવડર બનાવી દો. હવે તમે તેને સૂકી જગ્યાએ સ્ટોર કરી શકો છો. તમે આ હોમમેઇડ બાયોટિન પાવડરને તમારા આહારમાં સ્મૂધી, દહીં, ઓટમીલમાં ઉમેરીને અથવા તેને સલાડ અથવા સૂપ પર છાંટીને સામેલ કરી શકો છો.