મુસ્લિમોને અહીં રહેવા દીધા એ સૌથી મોટી ભૂલ: ગિરિરાજ સિંહ
Giriraj Singh on Tauqeer Raza: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે હિંદુ છોકરા-છોકરીઓના ધર્મ પરિવર્તન પર ઇત્તેહાદે મિલ્લત કાઉન્સિલના પ્રમુખ મૌલાના તૌકીર રઝાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ગિરિરાજ સિંહે તૌકીર રઝા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેને પાઠ ભણાવવો જરૂરી છે, કારણ કે જો ભારતનું વિભાજન થયું ત્યારે તેમને (મુસ્લિમો)ને અહીં રહેવાની મંજૂરી ન હોત તો આજે આ સ્થિતિ ન હોત. વધુમાં કહ્યું કે, તેમને એક ષડયંત્રના ભાગરૂપે ભારતમાં રોકવામાં આવ્યા હતા, જેથી આજે આવી સ્થિતિ સર્જાઈ શકે. ગિરિરાજ સિંહે કહ્યું કે, જ્યારે ધર્મના આધારે દેશનું વિભાજન થયું ત્યારે તે એક ભૂલ હતી અને તેમ છતાં અહીં મુસ્લિમોને રહેવા દેવામાં આવ્યા.
HUGE 🚨 Union Minister Giriraj Singh said "Time has come to implement Population control law in the country" 🔥🔥
Give your comments!!
He said FTR among Muslim women is 1.25% more than Hindu women's
He proposes "Voting rights of those who do not follow this law should be taken… pic.twitter.com/lrtKb8mBrG
— Times Algebra (@TimesAlgebraIND) July 17, 2024
તૌકીર રઝા 21મી જુલાઈએ 5 યુગલોને ઈસ્લામ કબૂલ કરાવશે
હકિકતે, તૌકીર રઝાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે 21 જુલાઈના રોજ પાંચ યુગલોને ઈસ્લામ કબૂલ કરાવવા જઈ રહ્યો છે. તૌકીર રઝાએ જાહેરાત કરી છે કે મોટી સંખ્યામાં હિંદુ ધર્મના લોકો તેમની પાસે ઈસ્લામ કબૂલ કરવા આવી રહ્યા છે. તેથી, હવે 5 હિંદુ છોકરા-છોકરીઓનું ધર્મપરિવર્તન થશે અને તેમના નિકાહ થશે. મૌલાનાએ કહ્યું છે કે આ કામ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પરવાનગી માંગવામાં આવી છે. મૌલાના તૌકીર રઝાની આ જાહેરાતથી કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહ નારાજ છે.
ગિરિરાજ સિંહે તૌકીર રઝાને ચેતવણી આપી હતી કે હિંદુઓની કસોટી ન કરો. મુસ્લિમ મહિલાઓને ભથ્થું આપવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનો ઉલ્લેખ કરતા ગિરિરાજ સિંહે પૂછ્યું કે મમતા બેનર્જી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ આ અંગે મૌન કેમ છે? ગિરિરાજ સિંહે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ બંગાળને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ફેરવવાની તૈયારી કરી રહ્યા છે. મમતા બેનર્જીને હિંદુઓ પર વિશ્વાસ નથી. હવે દેશમાં કોઈ નવું રાજ્ય બનશે તો તેને મુસ્લિમ રાજ્ય બનાવવામાં આવશે.