તંદૂર પેલેસ હોટેલમાં યુવતીની હત્યા મામલે આરોપી ચિંતને કર્યો મોટો ખુલાસો

Ahmedabad: તંદૂર પેલેસ હોટેલમાં યુવતીની હત્યા મામલે ચિંતન વાઘેલાએ મોટો ખુલાસો કર્યો છે. આરોપી ચિંતન વાઘેલા સાથે યુવતીનો પ્રેમ સંબંધ હતો. પરંતુ લગ્ન બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા ચિંતને યુવતીનું ગળું દબાવી દીધું.

મળતી માહિતી અનુસાર ચિંતનને જરૂર પડ્યે યુવતી પાસે થઈ પાંચ લાખ પાછા લીધા હતા. ચિંતને યુવતીને 15 લાખ રૂપિયા આપ્યા હતા. ચિંતનને જરૂર પડ્યે યુવતી પાસે થઈ પાંચ લાખ પાછા લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ચિંતન ખુલાસા કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરના એરપોર્ટ રોડ પર આવેલી તંદુર પેલેસ હોટેલની એક રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી. જે બાદ ચિંતન વાઘેલાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈ પર ગોળીબાર