November 22, 2024

સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટા સમાચાર, દિવ્યાંગો માટે થશે વિશેષ ભરતી ડ્રાઈવ

Ahmedabad: સરકાર અને સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ચીફ સેક્રેટરીનું હાઇકોર્ટ સમક્ષ સોગંદનામુ રજૂ કર્યું છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થશે. તેમજ અલગ અલગ સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ સિવાય બેક લોગ વેકેન્સી ભરવા માટેનું ટાઈમ ટેબલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવા માટે જાણ કરાશે.

આ પણ વાંચો: છત્તીસગઢના સુકમામાં અથડામણ, સુરક્ષાદળોએ 10 નકસલવાદીઓને કર્યા ઠાર; AK-47 સહિતના હથિયાર જપ્ત

મળતી માહિતી અનુસાર સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થશે. દિવ્યાંગો માટેની વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરાશે. ઓગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રયાસ કરાશે. આ અંગે એડવોકેટ જનરલે કોર્ટ પાસે બે વર્ષનો સમય માંગ્યો છે. જેને લઈને કોર્ટે કહ્યું ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો. તેમજ ચીફ સેક્રેટરીના સોગંદનામાંની નોંધ લઈ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.