IPLની વચ્ચે શ્રેયસ અય્યરને ICCનો ‘પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ મળ્યો

ICC Player Of The Month: આઈપીએલ 2025 ચાલી રહી છે. આ વચ્ચે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને લઈને માહિતી સામે આવી છે. ઐયરને આઈસીસી તરફથી મોટી ભેટ મળી છે. વાસ્તવમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અય્યરે મિડલ ઓર્ડરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે હવે શ્રેયસ અય્યરને ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
SHREYAS IYER WON THE ICC PLAYER OF THE MONTH AWARD 🇮🇳
– The main man of Champions Trophy 2025. pic.twitter.com/6nP5neOMT3
— Johns. (@CricCrazyJohns) April 15, 2025
આ પણ વાંચો: LSG vs CSK: પંતે કરી આ મોટી ભૂલ, હાર બાદ થઈ રહ્યો છે ટ્રોલ
અય્યરે શું કહ્યું?
અય્યરે કહ્યું, “માર્ચ માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે નામ આપવામાં આવ્યું તે માટે હું ખરેખર ગૌરવ અનુભવું છું. આ સન્માન અવિશ્વસનીય રીતે ખાસ છે, ખાસ કરીને એવા મહિનામાં જ્યાં અમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી – એક ક્ષણ મને હંમેશા યાદ રહેશે. આટલા મોટા મંચ પર ભારતની સફળતામાં યોગદાન આપવા સક્ષમ બનવું એ મારા કે પછી દરેક ક્રિકેટરનું સપનું છે.