December 25, 2024

મહારાષ્ટ્રમાં CM અને ડેપ્યુટી CMને લઈને મોટા સમાચાર, NCP નેતા અજીત પવારે આપ્યું આ નિવેદન

Maharashtra CM: મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીતના એક સપ્તાહ બાદ પણ સરકાર બની શકી નથી. આ દરમિયાન એનસીપી નેતા અજિત પવારે સરકારની રચનાને લઈને ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી ભાજપના હશે અને ડેપ્યુટી CM શિવસેના અને NCPના હશે.

અજિત પવારે કહ્યું, ‘બેઠક (મહાયુતિના નેતાઓની દિલ્હી બેઠક) દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહાયુતિ ભાજપના મુખ્ય મંત્રી અને બાકીની બે પાર્ટીઓના નાયબ મુખ્ય મંત્રીઓ સાથે સરકાર બનાવશે… આ પહેલીવાર નથી જ્યારે વિલંબ થયો હોય… જો તમને યાદ છે કે 1999માં સરકાર રચવામાં એક મહિનો લાગ્યો હતો.

મહારાષ્ટ્રમાં જ્યાં મહાયુતિ દ્વારા હજુ સુધી સીએમ અને ડેપ્યુટી સીએમના નામની જાહેરાત કરવામાં આવી નથી, તે દરમિયાન મુખ્યમંત્રીના શપથગ્રહણની તારીખ જાહેર કરવામાં આવી છે. મહાયુતિ સરકારના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં ભાજપના કુલ 16,416 ધારાસભ્યો, સાંસદો, વિવિધ સેલના પ્રમુખો, મંડલ પ્રમુખો ભાગ લેશે.