October 5, 2024

Team Indiaની જર્સીમાં થઈ મોટી ભૂલ

Team India:  ભારતીય ટીમ હાલ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાંચ મેચની ટી-20 શ્રેણીની તૈયારીઓ કરી રહ્યા છે. બીસીસીઆઈએ આ શ્રેણી માટે યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યા છે. જેની કમાન શુભમન ગિલને આપવામાં આવી છે. ટીમ ભારત 8 વર્ષ પછી ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. આ દરમિયાન ભારતીય ટીમની જર્સીમાં એક મોટી ભૂલ જોવા મળી છે.

 

ભારતની જર્સીમાં ભૂલ
ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે એ જ ડિઝાઈનની જર્સી પહેરશે. યુવા ખેલાડીઓએ આ જર્સીનો વીડિયો શેર કર્યો છે. આ જર્સીમાં મોટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાના નામે હવે બે T20 વર્લ્ડ કપ છે. આ જર્સીમાં બીસીસીઆઈના લોગો પર બે સ્ટાર હોવા જોઈએ, પરંતુ આ જર્સીમાં એક જ સ્ટાર જોવા મળી રહ્યો છે. જીત બાદ સીરીઝની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા સમાન સ્ટાર જર્સી પહેરશે કે પછી તેમાં ફેરફાર કરવામાં આવશે તે જોવું ઘણું અલગ હોય છે.

પ્રથમ મેચ ક્યારે અને ક્યાં રમાશે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ આજે રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યાના રમાશે. શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકીપર) કીપર), હર્ષિત રાણા.